ઈજનેરી પ્રવેશની JEE મેઈનની 2022ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન હજુ અનિશ્ચિત

[ad_1]

જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો પરીક્ષાઓ ફરી ખોરંભે ચડશે 

અમદાવાદ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઈજનેરી પ્રવેશ માટેની જેઈઈ મેઈનની 2022ની પરીક્ષા માટેની હજુ સુધી કોઈ જાહેરાત કરાઈ નથી.ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રથમવારની પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયુ હતુ પરંતુ આ વર્ષે હજુ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશની તારીખ સાથેનો કાર્યક્રમ જાહેર કરાયો નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત વર્ષથી જેઈઈ મેઈન પરીક્ષા ચારવાર લેવાનુ શરૂ કરાયુ છે.

અગાઉ બે વાર જ પરીક્ષા લેવાતી હતી પરંતુ વિદ્યાર્થીઓને વધુ પ્રેક્ટિસ થાય તે માટે ચાર તબક્કામાં પરીક્ષા લેવાનું શરૂ કરાતા ગત વર્ષે ફેબુ્રઆરીમાં પ્રથમ,માર્ચમાં બીજી પરીક્ષા લેવાઈ હતી અને ત્યારબાદ કોરોનાની બીજી લહેર શરૂ થતા પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ હતી.ઘણી વિલંબથી બાકીની બે વારની ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવી પડી હતી.આ વર્ષે એનટીએ દ્વારા હજુ સુધી પરીક્ષાની કોઈ જાહેરાત થઈ નથી.

2022માં ફેબુ્રઆરીમાં પ્રથમ,માર્ચમાં બીજી ,એપ્રિલમાં ત્રીજી અને મેમાં ચોથી પરીક્ષા લેવાશે. જો કે હજુ સુધી એનટીએ દ્વારા પ્રથમવારની પરીક્ષા માટેની તારીખ અને રજિસ્ટ્રેશનની કોઈ જાહેરાત થઈ નથી.ગત વર્ષે 16મી ડિસેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયુ હતુ અને લંબાવીને 23મી જાન્યુઆરી સુધી ચાલુ રાખવામા આવ્યુ હતું.

આ વર્ષે ડિસેમ્બર પુરો થવા આવ્યો છતાં રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. મહત્વનું છે કે જો  જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં કોરોનાની ત્રીજી લહેર સાથે દેશમાં કેસ પીક પર આવશે તો આ વર્ષે પણ જેઈઈ મેઈન પરીક્ષાઓ ખોરંભાશે અને મોકુફ કરવી પડશે.ચાર વારની પરીક્ષાને લઈને ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે.કારણકે આ પરીક્ષા 8થી10 લાખ વિદ્યાર્થીઓ આપે છે.

[ad_2]

Source link