[ad_1]
હાઈલાઈટ્સ:
- દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર થાય છે ફ્લાવર શૉનું આયોજન.
- કોરોનાને કારણે આ વર્ષે ફ્લાવર શૉની ટિકિટ ઓનલાઈન લેવી પડશે.
- એક સમયે 400 લોકોને જ આપવામાં આવશે પ્રવેશ, સમય પણ મર્યાદિત.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ફ્લાવર શૉ 8મી જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી રહેશે. આ વર્ષે ટિકિટ બારી નહીં હોય, ઓનલાઈન જ ટિકિટ લેવાની રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, એક સમયે ફ્લાવર શૉમાં 400 જ લોકોને પ્રવેશ આપવામાં આવશે, તેઓ એક કલાક સુધી અંદર રહી શકશે. એક કલાક માટે 400 ટિકિટ બુક થઈ જશે તો બુકિંગ બંધ થઈ જશે. મુલાકાતીઓ એડવાન્સમાં ટિકિટ બુક કરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફ્લાવર શૉનો લ્હાવો આઠ લાખ મુલાકાતીઓએ લીધો હતો. એએમસીના અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે ઓનલાઈન બુકિંગ હોવાને કારણે મુલાકાતીઓ સંખ્યા ઘટી શકે છે. અમારો અંદાજ છે કે 50,000થી 1.2 લાખની વચ્ચે લોકો આવી શકે છે. સામાન્ય પણે જેટલા લોકો આવતા હોય છે તેના 10 ટકા જ આવી શકે છે. ફ્લાવર શૉ 60,000 વર્ગમીટર વિસ્તારમાં ફેલાયેલો હોય છે. એએમસી દ્વારા આ સ્થળ પર વોલ્યુન્ટર્સ તૈનાત કરવામાં આવશે, જે લોકોને એક કલાકમાં બહાર નીકાળવાનુ કામ કરશે.
શક્ય છે કે ફ્લાવર શૉ માટેનું ઓનલાઈન બુકિંગ પાંચમી જાન્યુઆરીથી શરુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ફ્લાવર શૉ પછી સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે અને આ વર્ષે તેમાં પણ કડક કાયદા અમલમાં મૂકવાની ચર્ચા થઈ રહી છે. કાઈટ ફેસ્ટિવલમાં પણ દર વર્ષની સરખામણીમાં માત્ર 25 ટકા લોકો જ આવે તેવી શક્યતા છે.
[ad_2]
Source link
Leave a Reply