આણંદ જિલ્લાની લોક અદાલતમાં 18490 કેસમાંથી 4407 નો સ્થળ પર નિકાલ કરાયો

[ad_1]

– મોટર અકસ્માતને લગતા વળતરના 53 કેસનો પણ સુખદ નિકાલ કરવામાં આવ્યો 

આણંદ : ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ન્યાયાલય તથા તાલુકાની કોર્ટો દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના ચેરમેન પી.એમ.રાવલના અધ્યક્ષસ્થાને તા.૧૧મી ડિસેમ્બરના રોજ નેશનલ લોક અદાલત યોજાઈ ગઈ.

આ લોક અદાલતમાં એમ.એ.સી.પી.કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દીવાની દાવા જેવાં કે ભાડાના, બેન્કના વિગેરે વિજળી તથા પાણીના કેસો તેમજ હજુ સુધી જે કેસો અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેન્કોના પ્રિ-લિટીગેશનના કેસો મળીને કુલ ૧૮૪૯૦ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. આ પૈકી ૪૪૦૭ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ લોકઅદાલતમાં મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ ૫૩ કેસોનો સુખદ નિકાલ કરી ૧.૭૪ કરોડ અને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ના ૩૯૧ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૫.૯૩ કરોડના એવોર્ડ તેમજ ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે કેસો મળી કુલ ૪૪૦૭ કેસોમાં સુખદ સમાધાન થવા પામ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *