આજે ગુરૃ પુષ્ય નક્ષત્ર લગ્નની ખરીદી માટે સર્વ શ્રેષ્ઠ મુહૂર્ત

[ad_1]

ભુજ, બુાધવાર

આવતીકાલે વર્ષનો અંતિમ ગુરૃ પુષ્ય યોગ બની રહ્યો છે. સાથોસાથ અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. એજ દિવસે ત્રણ મોટા શુભ યોગ બનવાના કારણે આ દિવસે રિયલ એસ્ટેટમાં રોકાણ, નવા કામની શરૃઆત, વાહન, ઘરેણા, કપડા સહિતની વસ્તુઓ ખરીદવા માટેનો શુભ દિવસ રહેશે. આગામી વર્ષે આ સંયોગ ર૮મી જુલાઈ ર૦રરમાં બનશે. જે આખો દિવસ અને રાત ગુરૃ-પુષ્ય યોગ બનશે.

ગુરૃવારે સવારે સૂર્યોદય સાથે જ પુષ્ય નક્ષત્ર શરૃ થશે જે સાંજે લગભગ ૬.પ૦ સુાધી રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ પણ પુષ્પ નક્ષત્ર સાથે શરૃ અને પૂર્ણ થશે ેજેાથી દરેક પ્રકારની ખરીદી, રોકાણ અને નવા કામની શરૃઆત માટે આખો દિવસ શુભ રહેશે.

હાલે લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે દિવાળી પછી આ મહિનામાં ફરીથી ખરીદી માટે ગુરૃ પુષ્ય યોગ સહિતના શુભ યોગ બની રહ્યા છે. ત્યારે આ દિવસે કરવામાં આવતી ખરીદીધ્ સમૃધિૃધ આપનારી હોવાનું જ્યોતીષ વિદો જણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. બૃહસ્પતિ દેવનો વાર હોવાના લીધે આ ગુરૃ પુષ્પ યોગમાં લગ્ન માટેના સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃધિૃધ બની રહે છે. જ્યોતિષ વિદોના કહેવા મુજબ આ યોગમાં વર-કન્યા માટે ઘરેણા ખરીદવાથી ગુરૃ ગ્રહનો શુભ પ્રભાવ રહે છે. એનાથી લગ્ન જીવનમાં દોષમાં ઘટાડો આવે છે. અને લગ્નસુખ વાધે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *