[ad_1]
વડોદરા, તા. 27 ડિસેમ્બર
વડોદરાના છેવાડે વાઘોડિયા ચોકડી નજીક કર્મચારીઓ માટે આઈસ્ક્રીમ લેવા ગયેલા વ્યક્તિની કાર ચોરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. અત્રે નોંધનીય છે કે, કાર માલિકે ચાવી કારમાં રાખવાની બેદરકારી દાખવતા ગઠીયાએ માત્ર 10 મિનિટમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે , વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ક્રુપેશભાઈ શાહ લગ્ન પ્રસંગમાં ડિઝાઇનિંગનું કામ કરે છે. ગઈકાલે બપોરના સુમારે તેઓ પોતાની અલ્ટો કાર લઈ વાઘોડિયા બાયપાસ પાસે આવેલા સફર પાર્ટીપ્લોટ ઉપર પહોંચ્યા હતા. જ્યાં કામ કરતાં કર્મચારીઓ માટે આઈસ્ક્રીમ લેવા નીકળ્યા હતા. તે સમયે તેમણે વાઘોડિયા ચોકડી તરફ જતાં રોડની સાઈડમાં કાર પાર્ક કરી ચાવી કારમાં જ રાખી હતી. અને સનરાઈઝ કોમ્પલેક્ષમાં આઇસ્ક્રીમ લેવા માટે ગયા હતા .જ્યાંથી 10 મિનિટમાં પરત આવતા કાર પાર્ક કરેલી જગ્યાએ જોવા મળી ન હતી અને તપાસ કરતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. ઉપરોકત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply