[ad_1]
અમદાવાદ,તા.24 નવેમ્બર 2021,બુધવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં તમામ રેલવે સ્ટેશનો પર તા.૨૪ નવેમ્બરથી પ્લેટફોર્ટ ટિકિટનો દર રૂપિયા ૧૦ કરી દેવામાં આવ્યો છે.
કોરોના કાળમાં કોરોના સંક્રમણ રોકવા માટે, ભીડ ઓછી થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારીને ૫૦ રૂપિયા કરાયો હતો. તેમાં હવે સીધો જ ૪૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે.
કોરોનાકાળમાં અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઉંઝા, સિદ્ધપુર, સાબરમતી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ૫૦ રૂપિયા કરાયો હતો. હવે અમદાવાદ વિભાગના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટો ભાવ ૧૦ રૂપિયા રહેશે.
[ad_2]
Source link
Leave a Reply