[ad_1]
અમદાવાદ,રવિવાર,19
ડીસેમ્બર,2021
અમદાવાદમાં રસ્તા ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા હાઈકોર્ટ
દ્વારા મ્યુનિ.તંત્રને આપવામાં આવેલા ઠપકા બાદ રોડ ઉપર રખડતા પશુઓ મુકનારા પશુ
માલિકો સામે કડક કાર્યવાહી કરવા કવાયત શરૃ કરાઈ છે.આજે મળનારી મ્યુનિ.ની હેલ્થ અને
સોલિડ વેસ્ટ કમિટીમાં રોડ ઉપરથી પકડવામાં આવેલા પશુના માલિકો પાસેથી વસુલવામાં
આવતા વહીવટી ચાર્જ અને નિભાવ ખર્ચના હાલના દર બમણા કરી વસુલવા અંગેની મંજુરી
માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.કમિટી મંજુરી આપશે તો રાજય સરકારની મંજુરી
મળ્યા બાદ અમલ કરવામાં આવશે.શહેરમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૫૨૪ પશુઓ પકડવામાં
આવ્યા છે.ઉપરાંત પશુ માલિકો પાસેથી ૭૭.૫૦ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હોવા
છતાં વિવિધ વિસ્તારમાં રોડ ઉપર પશુ માલિકો દ્વારા પશુઓ છોડવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ
નિયંત્રિત કરવા પશ્ચિમના કેટલાક વિસ્તારને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર
પાડીને નો કેટલ ઝોન જાહેર કરાયા છે.દરમ્યાન
શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા કાયમી પગલાના ભાગરૃપે પશુ માલિકો
પાસેથી પશુ છોડાવવા બદલ હાલમાં વસુલવામાં આવતા વહીવટી ચાર્જ અને નિભાવ ખર્ચના
હાલના દરથી બમણા દર વસુલવા મંજુરી માંગતી દરખાસ્ત હેલ્થ અને સોલિડ વેસ્ટ
મેનેજમેન્ટની મળનારી બેઠકમાં મુકવામાં આવી છે.
આ વર્ષના જાન્યુઆરીથી ૧૮ ડીસેમ્બર સુધીમાં દસ હજારથી વધુ
રખડતા પશુઓ મ્યુનિ.દ્વારા પકડવામાં આવ્યા હોવા છતાં હજુ જોઈએ એટલી અસરકારકતા પશુ
માલિકો ઉપર જોવા મળતી નથી. આ વર્ષના આરંભથી ડીસેમ્બર સુધીમાં ૭૭૭ જેટલા પશુ માલિકો સામે પોલીસ ફરિઆ કારણથી
હાઈકોર્ટના નિર્દેશ મુજબ અને રાજય સરકારની પ્રાયોરીટી નીતી નિયમોમાં થયેલ જોગવાઈને
ધ્યાનમાં રાખી પશુ માલિકો સામે કાર્યવાહી કરવા મંજુરી માંગવામાં આવી છે.હેલ્થ
કમિટી મંજુરી આપશે એ પછી સ્ટેન્ડીંગ કમિટી અને બોર્ડની મંજુરી બાદ દરખાસ્ત રાજય
સરકાર સમક્ષ મંજુરી માટે મોકલવામાં આવશે.
પશુ દીઠ વસુલવામાં આવતો ચાર્જ-નિભાવ ખર્ચ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં રોડ ઉપરથી
રખડતા પશુને છોડાવવા આવેલા પશુ માલિક પાસેથી ત્રણ હજાર રુપિયા વહીવટી ચાર્જ ઉપરાંત
પશુ દીઠ દૈનિક નિભાવ ખર્ચ પેટે એક હજાર રુપિયા વસુલવામાં આવી રહ્યા છે.દરખાસ્ત
મંજુર કરાયા બાદ નવા અમલમાં આવનારા દર આ મુજબ રહેશે.
પ્રકાર વહીવટી ચાજ(રુપિયા) નિભાવ
ખર્ચ(દૈનિક)
પશુ પહેલી વખત પકડાય તો ૩000 1000
બીજી વખત પકડાય તો ૪૫૦૦ ૧૫૦૦
ત્રીજી વખત ૬૦૦૦ ૨૦૦૦
ચોથી વખત પશુ પકડાશે તો રજિસ્ટ્રેશન રદ-પશુ પરત નહીં મળે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુ પકડવાના દરેક
કીસ્સામાં પશુ છોડાવવા આવેલા પશુ માલિક પાસેથી ત્રણ હજાર રુપિયા વહીવટી ચાર્જ
વસુલવા ઉપરાંત સમાધાન શુલ્ક પેટે ત્રણ હજાર રુપિયા વસુલવામાં આવે છે.ચોથી વખત કોઈ
એક પશુ માલિકનું અગાઉ પકડાયેલુ પશુ ફરી પકડાશે અથવા એના અન્ય પશુ પકડાશે તો પશુ
માલિક દ્વારા રાખવામાં આવેલા પશુઓનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત મ્યુનિ.દ્વારા
પકડવામાં આવેલા પશુ પરત નહીં આપવા નિર્ણય કરવામાં આવશે.
[ad_2]
Source link
Leave a Reply