[ad_1]
અમદાવાદ,ગુરુવાર,25 નવેમ્બર,2021
અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના નવા દસ કેસ નોંધાતા
સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાવા પામ્યો હતો.૨૨ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન
આપવામાં આવી હતી.સાત ઝોનમાં વિવિધ બેન્કોની ૨૫૦ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓની
વેકિસન મામલે તપાસ કરાતા ૨૩૩૧ કર્મચારીઓએ વેકિસનના બંને ડોઝ લીધા હોવાનું ધ્યાન
ઉપર આવ્યુ હતુ.
આ અંગે મળતી માહિતી મુજબ,ગુરુવારે શહેરમાં કોરોનાના નવા દસ કેસ નોંધાયા હતા.એક પણ
દર્દીનું કોરોનાથી મોત થયુ નથી.૧૫ દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રસીકરણકેન્દ્રો ઉપર ૪૩૦૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો તથા ૧૭૭૪૨ લોકોને બીજો ડોઝ એમ કુલ મળી ૨૨૦૪૩ લોકોને કોરોના વેકિસન
અપાઈ હતી.ઘરસેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૮૨૩ રજિસ્ટ્રેશન થતા ૩૨૨૩
લોકોને રસી આપવામાં આવી હતી.
[ad_2]
Source link













Leave a Reply