અમદાવાદમાં કોરોનાના નવા દસ કેસ,૨૨ હજારથી વધુને રસી અપાઈ

[ad_1]

        અમદાવાદ,શનિવાર,27 નવેમ્બર,2021

વિશ્વભરમાં કોરોનાના નવા વેરીયન્ટને લઈ વધેલી ચિંતાની વચ્ચે
અમદાવાદમાં શનિવારે કોરોના સંક્રમણમાં આંશિક વધારો થવા પામ્યો છે.શનિવારે કોરોનાના
નવા દસ કેસ નોંધાયા હતા.૨૨ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી
હતી.શહેરમાં અત્યારસુધીમાં ૩૦.૫૩ લાખથી વધુ લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધો
છે.

અમદાવાદમાં શનિવારે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ નથી.૨૮
દર્દી સારવાર બાદ કોરોનામુકત થયા હતા.શુક્રવારે શહેરમાં કોરોનાના નવ કેસ નોંધાયા
હતા.શનિવારે શહેરમાં રસીકરણકેન્દ્રો ઉપરથી ૪૨૭૬ લોકોને કોરોના વેકિસનનો પહેલો તથા
૧૮૨૭૭ લોકોને બીજો ડોઝ મળી કુલ ૨૨૫૫૩ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.ઘરસેવા
વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૯૮૬ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૩૨૮૫
લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.૧૬ જાન્યુઆરીથી ૨૭ નવેમ્બર સુધીમાં શહેરમાં
૭૮૧૪૦૭૭ વેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.૪૭૬૦૩૧૪ લોકોને કોરોના વેકિસનનો પહેલો તથા
૩૦૫૩૭૬૩ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *