અમદાવાદમાં કોરોનાના નવા ૯ કેસ,૨૦ હજારથી વધુને રસી અપાઈ

[ad_1]

     

  અમદાવાદ,શુક્રવાર,26 નવેમ્બર,2021

અમદાવાદમાં શુક્રવારે સતત બીજા દિવસે કોરોના સંક્રમણ ઘટતા
નવા માત્ર નવ કેસ નોંધાયા હતા.કોરોનાના ૧૮ દર્દી સાજા થયા હતા.૨૦ હજારથી વધુ
લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.સાત ઝોનમાં વિવિધ બેન્કોની ૨૪૬ શાખાઓમાં ૨૦૦૫
કર્મચારીઓએ વેકિસનના બંને ડોઝ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું.

આ અંગે મળતી માહિતી મુજબ,ગુરુવારે શહેરમાં કોરોનાના દસ કેસ નોંધાયા હતા.જયારે
શુક્રવારે નવ કેસ નોંધાયા હતા.શુક્રવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ
નથી.શહેરના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૪૧૧૭ લોકોને કોરોના વેકિસનનો પહેલો અને
૧૬૨૩૭ લોકોને બીજો ડોઝ એમ કુલ મળીને ૨૦૩૫૪ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી. ઘરસેવા
વેકિસનેશન યોજના હેઠળ અત્યારસુધીમાં કુલ ૩૮૬૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૩૨૫૭
લોકોને રસી આપવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *