[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદની બે શાળાઓમાં કોરોનાના કેસ સામે આવ્યા.
- અન્ય બે શાળાઓએ કેસ છુપાવ્યા હોવાની જાણકારી સામે આવી.
- કોરોનાના કેસો વધવાને કારણે વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો.
ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં કોરોનાના કેસમાં વધી રહ્યા છે. થોડા સમય પહેલા જ શાળાઓ પણ શરુ થઈ છે અને શાળામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના છારોડી વિસ્તારમાં આવેલી નિરમા સ્કૂલ અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલના કુલ ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. શાળા પ્રશાસન દ્વારા DEOનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું અને નિરમા સ્કૂલને સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.
બે શાળાઓમાં કોરોનાના કેસ સામે આવતા અન્ય શાળાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ બાબતે કોઈ સત્તાવાર જાણકારી સામે નથી આવી, પરંતુ માહિતી મળી છે કે અન્ય શાળાઓમાં પણ કોરોનાના કેસ મળી આવ્યા હતા અને શાળા તંત્ર દ્વારા વાલીઓને કે કચેરીને જાણ કરવામાં નથી આવી. પ્રાપ્ત જાણકારી અનુસાર બોડકદેવ વિસ્તારમાં આવેલી એક સ્કૂલ તેમજ શીલજ વિસ્તારની એક સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાયા હતા. પરંતુ શાળા તંત્ર દ્વારા વાત બહાર ના જાય તે માટે અંગત ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરી એકવાર કોરનાના કેસની સંખ્યા વધતી જોઈને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અમુક વાલીઓએ ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની માંગ કરી છે. આગામી દિવસોમાં ઓફલાઈન શિક્ષણમાં ક્લાસમાં બાળકોની હાજરી ચોક્કસપણે પ્રભાવિત થતી જોવા મળી શકે છે.
[ad_2]
Source link
Leave a Reply